TANKARA ટંકારા મિતાણા ચોકડી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયા

ટંકારા:મિતાણા ચોકડી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયા
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મિતાણા ચોકડી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા હતા જયારે પકડાયેલ આરોપીએ આ વિદેશી દારૂની બોટલ અન્ય એક આરોપી પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા ટંકારા પોલીસે કુલ ત્રણ આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુન્હો રજી. કરી તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે રોડ મિતાણા ચોકડી પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવતા જેની તલાસી લેતા તેની પાસેથી પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવતા બંને આરોપી વિપુલસિંહ દશરથસિંહ જાડેજા ઉવ.૨૪ તથા હર્દિપસિંહ શક્તિસિંહ જાડેજા ઉવ.૨૫ બંનેરહે.ગામ વિરવાવ તા.ટંકારા જી.મોરબીની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી છે. જયારે બંને આરોપીઓની સઘન પૂછપરછમાં આરોપી રવીરાજસિંહ જગતસિંહ જાડેજા રહે.વિરવાર તા.ટંકારા પાસેથી આ વિદેશી દારૂ મેળવ્યો હોવાં કબૂલાત આપતા ત્રણેય સામે ગુન્હો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.