
TANKARA:ટંકારાના જીજુ નદીમાં યુવક ડૂબી જતા મોત નીપજ્યું
ટંકારાના અમરાપર રોડ જીજુ નદીમાં કોઈ કારણસર ડૂબી ગયો હતો.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને નદીની બહાર કાઢવામાં આવ્યો

મળતી માહિતી મુજબ ટંકારાના ગોકુળનગર ભરવાડવાસમાં રહેતા કેવલભાઈ દિનેશભાઈ ઝાપડા (૧૮) નામનો યુવાન ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદીના પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના કાકા ડાયાભાઈ ઘુઘાભાઇ ઝાપડા તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








