TANKARA:ટંકારાના મિતાણા નજીક નશાખોર કાર ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા યુવાનનું મોત

ટંકારાના મિતાણા નજીક નશાખોર કાર ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા યુવાનનું મોત
મોરબીના ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે સીમ વિસ્તારમાંથી પટેલ યુવાન પોતાનું ટ્રેકટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે નશાખોર કાર ચાલકે તેના ટ્રેક્ટરને હડફેટ લીધું હતું.જેથી કરીને ટ્રેક્ટર પલ્ટી મારી ગયુ હતુ અને તે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તે યુવાનને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયુ હતું.જેથી કરીને આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારાના મીતાણા ગામે પ્રભુનગરમાં રહેતા દિલીપભાઈ નાનજીભાઈ ભાગીયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૪૪) નામનો યુવાન ગઇ કાલે સૈંજના સાતેક વાગ્યે પોતાનું ટ્રેકટર લઈને મીતાણા ગામની સીમમાંથી પરત ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેઓના ટ્રેક્ટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ટ્રેક્ટર પલ્ટી મારી જવાના કારણે દિલીપભાઈ ભાગીયાને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટુંકી સારવાર દરમિયાન દિલીપભાઇ ભાગીયાનું મોત થયુ હતુ.જે અંગેની હોસ્પીટલ દ્રારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરાઈ હોવાથી પોલીસ દ્વારા નોંધ કરી આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ








