TANKARA:ટંકારાના વિરપર ગામ પાસે ત્રિપલ વાહન અકસ્માત સર્જાયો એકનું મોત:એક ઈજાગ્રસ્ત

TANKARA:ટંકારાના વિરપર ગામ પાસે ત્રિપલ વાહન અકસ્માત સર્જાયો એકનું મોત

ટંકારાના વીરપર ગામ નજીક બાની વાડી પાસે ડિવાઇડરની વચ્ચે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.તેને સેવાભાવી સંસ્થાનું ટેન્કર પાણી આપી રહ્યું હતું.ત્યારે પાછળથી એક ગુણીઓ ભરેલો ટ્રક તેમાં અથડાયો હતો.ત્યાર બાદ તે ટ્રકની પાછળના ભાગમાં એક ટેન્કર અથડાયું હતું અને તેની પાછળ ટ્રક કન્ટેનર અથડાતાં તેની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને આ ત્રિપલ અકસ્માતના બનાવમાં ટ્રકમાં રહેલા ગુડ્ડભાઈ શિવનાથભાઈ રાય (૪૨) રહે.તારન(બિહાર) ને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને વૃક્ષોને પાણી પીવડાવી રહેલ એક વ્યક્તિને પણ માથાના ભાગે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે