TANKARA ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ ખાતે મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો….

TANKARA ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ ખાતે મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો….
બી.સી.આઇ. પ્રોજેક્ટ મેનેજર શ્રી અશોક ભાઈ મેર પાસેથી મળતી માહિતી અનુસાર આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા ચાલતા બેટર કોટન ઇનીસીએટિવ (બી.સી.આઇ.) પ્રોજેકટ અંતર્ગત *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં,

સૌ પ્રથમ દિપ પ્રાગટય ત્યારબાદ આવેલ મહેમાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી અને બી.સી.આઇ. પ્રોગ્રામ મેનેજર શ્રી અશોક ભાઈ મેર દ્વારા પ્રોગ્રામ ને અનુરૂપ મહિલા દિવસ નિમિત્તે વિશ્વમાં મહિલાઓ દરેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. મહિલાઓની સફળતાને નવી ઓળખ આપવા, લિંગ સમાનતા, મહિલાના સશક્તિકરણના ભાગરુપે આ વર્ષે, મહિલા દિવસ 2024 ની થીમ *‘મહિલાઓમાં રોકાણ: પ્રગતિને વેગ આપવા પર છે. ઘર, સમાજ કે દેશના વિકાસ માટે નારીશક્તિનું વિશેષ મહત્વ છે. મહિલા દિવસ પરના વિશેષ શુભેચ્છા સંદેશ અહીં આપવામાં આવ્યા છે. સંદેશો આપ્યો ત્યારબાદ રાજદીપ ભાઈ પરમાર દ્વારા મહિલા દિવસ અંગે મહિલા ને આપઘાત ના કરવા અંગે નો સંદેશો આપ્યો અને વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન અંગે માહિતી આપી ત્યારબાદ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મોરબી ના સેજલબેન પટેલ દ્વારા મહિલા હેલ્પ લાઇન ની કામગીરી તથા મહિલા ને ઉપયોગી ૧૮૧ અભયમ app. અંગે માહિતી આપી અને ત્યારબાદ કેશવ ભાઈ વડારિયા દ્વારા કે.વી.કે. ની યોજના દ્વારા મહિલા દિવસ અંગે લોકો ને માહિતગાર કર્યા ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી મોરબી થી આવેલ મયુરભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિકાસ યોજના જેવી કે વ્હાલી દિકરી યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના તથા વિધવા સહાય યોજનાઓ ની માહિતી સાથે મહિલાઓને મહિલા દિવસ ની શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત ના લાભાર્થી બહેનો ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં આગા ખાન ગ્રામ સમર્થન (ભારત) BCI પ્રોજેક્ટ મેનેજર શ્રી અશોક મેર, મહિલા અને બાળ અધિકારી ની કચેરી મોરબી થી જિલ્લા કો. ઓર્ડી. મયુરભાઈ સોલંકી, વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઇન ૧૪૫૬૭ મોરબી થી રાજદીપ ભાઈ પરમાર, કે.વી.કે માંથી કેશવભાઇ, ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મોરબી થી મહિલા કાઉન્સિલર સેજલ પટેલ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સના બેન પરમાર તથા પાયલોટ પ્રદીપ ભાજ પટેલ, નારી અદાલત મોરબી થી કાજલબેન લોધિયા, મીનાબેન કાપડી વાંકાનેર પ્રાથમિક શાળા, પ્રવીણ બેન પંડ્યા વી.એમ.કે. વાંકાનેર, બેટર કોટન પ્રોડ્યુસર કંપની ના ચેરમેન કિશોરભાઈ કામરિયા તથા આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ વાંકાનેર ના તમામ ટીમ અને ખાસ કરીને મહિલા દિવસ ના લાભાર્થી ૩૫૦ બહેનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
આમ આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ તરફ જતા આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત વાંકાનેર ના હેપીબેન દ્વારા આભારવિધિ કરી તમામ મહેમાનો તથા લાભાર્થી બહેનો જમણવાર કરી અને પ્રોગ્રામ ની ઉજવણી કરી હતી.








