TANKARA:ટંકારાના મીતાણા ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

ટંકારાના મીતાણા ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત
મોરબીના ભક્તિનગર સર્કલ નજીક નીલકંઠ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ રમેશભાઈ કાંજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૧૧ ના રોજ નારણકા (બાધી) ગામે ખેતીની જમીન આવેલ હોય જ્યાં કપાસનું વાવેતર કરેલ હોય અને ખેતી કામ કરવા માટે મજુર રાખેલ હોવાથી દેખરેખ રાખવા માટે પિતા રમેશભાઈ નારણકા ગામે ગયા હતા જ્યાં ભાઈઓના મકાન આવેલ હોવાથી રોકાઈ ગયા હતા અને તા. ૦૬-૧૧ ના રોજ ફરિયાદીના પિતા રમેશભાઈ કાંજીયા મીતાણા ચોકડીથી ચા પીવા ઉભા હતા અને ચા પીને ઘરે આવવા નીકળતા હોવાનું ફોનમાં જણાવ્યું હતું બાદમાં સાડા સાતેક આઠેક વાગ્યાના અરસામાં પિતાજીના મોબાઈલમાંથી ફોન આવ્યો જેમાં અજાણ્યા વ્યક્તિએ અકસ્માત થયાની માહિતી આપી હતી
અને ફરિયાદીના પિતાને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હોય જેથી તેને મોરબી સરકારી હોસ્પિટલ લઇ જતા હોવાનું જણાવ્યું હતું જેથી પરિવારના સભ્યો મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં એમ્બ્યુલન્સમાંથી પિતાને નીચે ઉતારી ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા આમ ફરીયાદીના પિતા નારણકા (બાઘી) ગામેથી મીતાણા ઓવરબ્રિજથી મોરબી તરફ પોતાનું બાઈક જીજે ૦૩ ઇએફ ૩૭૯૫ ચલાવી ઘરે આવતા હોય ત્યારે પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહનચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે








