GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: સજનપર વાવેતરની જમીનમાં જેસીબીથી ઉભા મોલને નુકસાન કરનાર ચાર સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં સર્વે નં ૫૪૯,૭૮૦ પૈકી ૩૧ તથા સર્વે નં ૮૯૧ પૈકી ૨ ની ખેતીની જમીન આવેલ હોય જેમાં રસ્તા બાબતે સજનપર બિલેશ્વર મહાદેવ મંદિર વતી અરજદારે ટંકારા મામલતદારમાં કેસ અરજી કરી હતી. જે કેસમાં ટંકારા મામલતદારે ખેતી જમીનમાં રસ્તો કરવા બાબતે આદેશ કર્યો હતો. પરંતુ આ આદેશ સામે મોરબી પ્રાંત કચેરીમાં રીવીઝન અરજી કરી હોય જે બાબતને ધ્યાને લીધા વગર આરોપીઓએ જેસીબીથી ઉપરોક્ત ખેતીની જમીનમાં વાડીનો દરવાજો તોડી જમીનમાં કપાસના વાવેતરને નુકસાન પહોચાડ્યું હતું. જે બાબતે વાડી માલિક દ્વારા ચાર આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જમીનમાં ગેરકાયદેસર કબ્જો તથા માલની નુકસાનીની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર દીવાનપરા,પાંજરાપોળની બાજુમાં રહેતા અને ટંકારાના સજનપર ગામે ખેતીની જમીન ધરાવતા પંકજકુમાર દિવેશ્વરભાઈ ત્રિવેદી ઉવ.૬૫ એ આરોપી પ્રવિણભાઇ નાથાભાઇ ધોડાસરા રહે. રાજકોટ ક્રિએશન કન્સલ્ટન્ટ, વિશ્વકર્મા કોમ્પલેક્ષ, ૧૫૦ ફુટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, હસમુખભાઇ વાઘજીભાઇ બોડા રહે.ટંકારા જી.મોરબી, જયેશભાઇ લાલજીભાઇ પટેલ રહે.સજનપર તા.ટંકારા, કિશોરભાઇ લવજીભાઇ પટેલ રહે.સજનપર તા.ટંકારા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે સજનપર ગામની સીમમાં સર્વે નં ૫૪૯,૭૮૦ પૈકી ૩૧ તથા ૮૯૧ પૈકી ૨ માં ૩૫ વીઘા ફરિયાદી પંકજકુમાર ત્રિવેદીની જમીનની માલિકી છે. જેમાં સર્વે નં ૮૯૧ પૈકી ૨ જમીનમાં રસ્તા બાબતે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર સજનપર વતી આરોપી જયેશભાઇ લાલજીભાઈએ ટંકારા મામલતદારમાં કેસ કર્યો હો જે કેસનો ચુકાદો પંકજકુમારની વિરુદ્ધ આવેલ હતો.ઉપરોક્ત ટંકારા મામલતદારના ચુકાદા સામે મોરબી પ્રાંતમાં પંકજકુમારે રીવીઝન અરજી કરેલી હોય ત્યારે ગત તા.૧૩/૦૭ ના રોજ ઉપરોક્ત ચારેય આરોપીઓએ ગેરકાયદેસર વાડી જમીનમા પ્રવેશ કરી સર્વે નં. ૮૯૧ પૈકી ૨ વાળી વાડીમા રહેલ દરવાજો તેમજ સિમેંટ્પોલ તોડી નાખી નુકશાન કરેલ તેમજ સર્વે નં. ૭૮૦ પૈકી ૩૧ વાળી વાડી/જમીનમા કપાસના પાકમા બહાર થી જે.સી.બી બોલાવી તેના વડે નુકશાન કરી ગુનામા એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાવતા હાલ પોલીસે ચારેય આરોપી સામે ગુન્હો નોંધી અટકાયતી પગલાંની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button