MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની 724મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી.

TANKARA ટંકારા ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજીની 724મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી.


પોષવદ સાતમ એટલે જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતી. ભારત વર્ષમાં પરિભ્રમણ કરી સનાતન ધર્મને સંગઠિત કરનાર,ગામો ગામ રામજી મંદિરોની સ્થાપના અને સંકલ્પ કરાવનાર,રામ ભક્તિનો પ્રચાર કરનાર એવા હિંદુ ધર્મ ઉદ્ધારક વૈષ્ણવ આચાર્યશ્રી જગદગુરુ રામાનંદાચાર્યજીની 724મી જન્મ જયંતીની ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ગુરુપૂજન વિધિ ત્યારબાદ સૌ જ્ઞાતિબંધુઓએ હનુમાન ચાલીસા ના પાઠ કર્યા.જાણીતા કથાકાર રસિકભાઈ આગવી છટામાં કરી આચાર્યજી વિશે માહિતી આપી.તેજસ્વી તારલા નું સન્માન અને સંતસભાનું આયોજન થયું. જેમાં આવતાં ત્રણ વર્ષના સમુહભોજન ના દાતાઓએ નામ નોંધાવ્યા અને ઉદારતા દાખવી.આ વર્ષે ભોજનના દાતા રઘુરામ રતિલાલભાઈ કુબાવત રોહીશાળા વાળા હતા અને શિલ્ડ ના દાતા શિક્ષક રવીભાઈ રામાનુજ હતા.આ વર્ષે શ્રી રામચંદ્રજી અને રામાનંદાચાર્ય વિશે પ્રશ્નોત્તરી સ્પર્ધા નું આયોજન થયેલું.જેનું સંચાલન નરેન્દ્રભાઈ કુબાવત એ કર્યું.અંતમાં સૌ મહાપ્રસાદ લઈ “જય સીયારામ “નાદ સાથે છૂટા પડ્યા.

[wptube id="1252022"]
Back to top button