TANKARA ટંકારા:વિદેશી દારૂના જથ્થા સાથે માતા-પુત્ર ઝડપાયા
ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી સમીર અજીતભાઇ સાંજીના મુમનાવાસમાં આવેલા રહેણાંક મકાને દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સમીર અને તેની માતા આરોપી રૂકશાનાબેન અજીતભાઇ સાંજી રૂ.2500 ની કિંમતની વિદેશી દારૂની 7નંગ બોટલ સાથે મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બીજો પુત્ર વસીમભાઇ અજીતભાઇ સાંજી માતા-પુત્રને વેચાણ અર્થે દારૂનો જથ્થો આપતો હતો. જે રેડ દરમિયાન ઘટનાસ્થળે હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વધુ તપાસ ટંકારાના asi ચેતન કડવાતર ચલાવી રહ્યા છે.
[wptube id="1252022"]








