GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા લજાઈ ચોકડીએ અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત

TANKARA:ટંકારા લજાઈ ચોકડીએ અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત

ટંકારા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ અગાઉ ટંકારાના સરાયા ગામે ચાલીને જતા ખેત શ્રમિકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેનું મોત નિપજ્યાનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. ત્યારે આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલકને પ્રથમ ટંકારા બાદ વધુ સારવારમાં રાજકોટ રીફર કર્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

હિટ એન્ડ રનની મળતી માહિતી અનુસાર મૂળ ભુજ કચ્છના કાનમેરના વતની હાલ ટંકારા તાલુકાના લખધીરગઢ ગણે આવેલ મનસુખભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા રજનીભાઇ નાનજીભાઇ વાધેલા ઉવ.૨૫ એ અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૧૮/૦૧ ના રોજ રજનીભાઈના પિતાજી હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. જીજે-૩૬-ક્યુ-૫૦૩૨ લઈને મોરબી સિવિલ હોસ્પિ. માં કુટુંબી ભાઈના પત્ની સારવારમાં હોય તેને ટિફિન દઈ પરત આવતા હોય ત્યારે લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે રાજનીભાઈના પિતાજીના બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં તેમને શરીરે તથા માથાના ભાગે હેમરેજ જેવી ઈજાઓ પહોંચતા પ્રથમ ટંકાર ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડતા જ્યાં તા.૨૦/૦૧ના રોજ તેઓનું મોત નિપજ્યાની ફરિયાદ નોંધાવતા હાલ ટંકારા પોલીસે રજનીભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button