TANKARA:ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મોત્સવની ચાલતી તડામાર તૈયારી! રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો આવનાર હોવાથી જબરો ઉત્સાહ !

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મોત્સવની ચાલતી તડામાર તૈયારી! રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો આવનાર હોવાથી જબરો ઉત્સાહ !
મોરબી જિલ્લામાં ટંકારામાં આગામી તારીખ ૧૦-૧૧-૧૨ એમ ત્રણ દિવસનો મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મોત્સવના થનાર ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. અહીં તારીખ ૧૨ એ રાષ્ટ્રપતિ સહિતના મહાનુભવો પણ આવનાર હોવાથી જબરો ઉત્સાહ છવાઈ ગયો છે. ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૦-૧૧-૧૨ મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદજીની ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવરબ્રિજ પાસેના એકાદ કિલોમીટર સુધીના ગ્રાઉન્ડમાં અલગ અલગ સમિયાણા નાખવામાં આવ્યા છે. જ્યાં ત્રણેય દિવસ સવારે સાત વાગ્યાથી રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં દરરોજ દેશ વિદેશના આર્ય સમાજીઓ સહિત ૨૫ હજાર થી વધુ લોકો ઉમટી પડવાની ધારણા છે. તેઓના આવવા જવા માટે રાજકોટના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ ખાતેથી એસટી બસોને ખાનગી બસો ની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સાથે તમામ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ ઘટવામાં આવી છે. તારીખ ૧૦ મી ને પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જન્મ જયંતિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવશે! બાદમાં સવારે ૯-૩૦ વાગ્યે શોભાયાત્રા નીકળીને કાર્યક્રમના સ્થળે પહોંચશે. આ સાથે નવનિર્માણ પામનાર મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક નું ખાતમુર્હુત કરવામાં આવશે.

આ મહત્ત્વમાં ત્રણેય દિવસ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી ઉપસ્થિત રહેશે. જ્યારે ૧૨ તારીખે રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મુ પણ હાજરી આપનાર છે. આ ટકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. આ મહોત્સવમાં ગરીબ મહિલાઓને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓના સન્માન કરવામાં આવશે.૩૫૦ કુંડી મહા યજ્ઞ યોજાશે તેમ આર્ય સમાજના આગેવાન માવજીભાઈ દલસાણીયા, રમણીકભાઈ વડાવીયા, અરવિંદભાઈ વામજા એ જણાવ્યું હતું.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી








