MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લતીપર ચોકડી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ : સામસામે ફરિયાદ નોઘાઈ

TANKARA:ટંકારાના લતીપર ચોકડી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થતા સામસામે ફરિયાદ નોઘાઈ

ટંકારાની લતીપર ચોકડીએ કેબીન પાછળ લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે બઘડાટી બોલી ગઈ હતી જેમાં બંને પક્ષે મારામારી કર્યા બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

ટંકારાના ગોકુલનગર સોસાયટી શેરી નં ૫ માં રહેતા રાજ ગોપાલભાઈ ઝાપડાએ આરોપીઓ અરજણ ટપુભાઈ ઝાપડા, માત્રાભાઈ ટપુભાઈ ઝાપડા અને સંજય રાણાભાઇ ઝાપડા રહે ત્રણેય ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રાજે આરોપી અરજણને લતીપર ચોકડીએ કેબીન પાછળ લઘુશંકા કરવાની ના પાડતા સારું નહિ લગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી ધારિયા વડે ફરિયાદી રાજને ઈજા કરી તેમજ વિજયને લાકડાના ધોકા વડે માથાના ભાગે મારી ઈજા કરી હતી

જયારે સામાપક્ષે અરજણભાઈ ઝાપડાએ આરોપીઓ રાજ ગોપાલ ઝાપડા, વિજય નારણ ઝાપડા અને કનુભાઈ ધોઘાભાઈ ઝાપડા રહે ત્રણેય ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અરજણભાઈ આરોપી રાજની કેબીન પાછળ લઘુશંકા કરવા ઉભા રહેતા ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી હતી જેથી આરોપી રાજે ઢીકા પાટૂ માર મારી અન્ય આરોપીએ લોખંડ પાઈપ વડે અને લાકડી વડે માર મારી ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button