GUJARATMORBITANKARA

TANKARA:ટંકારાના ધ્રુવનગર ગામે નદીમાં માછીમારી કરવા બાબતે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો..

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે આવેલ નદીમાં માછીમારી નહિ કરવાનું કહી યુવકને ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક દ્વારા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામમાં રહેતા વિજયભાઈ ખીમાભાઇ વાઘેલાએ ધ્રુવનગર ગામમાં જ રહેતા પોપટભાઈ ભરવાડ અને અન્ય બીજા બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી નોંધાવી વિજયભાઈને આરોપીઓએ ધ્રુવનગર ગામે આવેલ નદીમા શુ કામ મચ્છીમારી કરો છો તેમ કહી ફરીયાદીને આરોપીઓએ લાકડાના ધોકા વતી હાથ તથા પગે તથા શરીરે લાકડાના ધોકા મારી શરીરે મુંઢ ઇજાઓ કરી હવે પછી મચ્છીમારી કરવા ગયો છો તો જાનથી મારી નાખીશુ તેમ કહી ભુડા બોલી ગાળો આપી આ કામના આરોપીઓએ ગુનામા એકબીજા ને મદદગારી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button