
મોરબીના રામચોક પાસે આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાંથી ૭ લાખની રોકડ રકમ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે જે ઓફીસના શટર ઉંચકાવ્યા નથી તેમજ તાળા તોડવામાં આવ્યા નથી જે અજીબો ગરીબ ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે બનાવ મામલે જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ હતી અને ૭ લાખની રોકડ ઉપરાંત સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ તસ્કર સાથે લઇ ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

મોરબીમાં લાખોની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ ફંફોસી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ટીમોએ વધુ તપાસ ચલાવી છે
[wptube id="1252022"]








