
મોરબી જિલ્લા પંથકમાં સૂર્ય દાદા બપોર સુધી સંતાકૂકડી રમ્યા!!!

હાલ શિયાળાની ઋતુ નો મિજાજ કુદરત દિન પ્રતિદિન પ્રગટ કરી રહ્યો છે ત્યારે શિયાળાની ઋતુમાં ઠંડી અને ગરમીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે મોરબી જિલ્લામાં સવારથીજ વરસાદી ધુમ્મસ વાતાવરણ મોરબી જિલ્લા પંથકમાં છવાઈ ગયું હતું જેના પરિણામે આકાશમાં સૂર્ય દાદા સંતાકૂકડી રમી રહ્યા હોય તે દ્રશ્ય લોકો અનુભવી રહ્યા હતા જે સતત સવારથી બપોર સુધી મોરબી જિલ્લા પંથકમાં ઘડીક વાર સૂર્ય દાદા દર્શન દેતા હતા તો ઘડીક વારમાં વાદળોમાં છુપાઈ જતા હતા તેઓ દ્રશ્ય સતત સવારથી બપોર સુધી રહ્યું હતું અને વરસાદી માહોલ સાથે ધુમ્મસ ની ચાદરમાં લેપેટાઈ ગયું હોય તેમ મોરબી શહેર જિલ્લા પંથકમાં વાતાવરણ રહ્યું હતું
[wptube id="1252022"]





