MORBIMORBI CITY / TALUKOTANKARA

જીલ્લા પોલીસ વડા દ્વારા ટંકારા બાલાજી પેક ની સરપ્રાઈઝ વિઝીટ કરી..

હર્ષદરાય કંસારા : જીલ્લા પોલીસ વડા દ્વારા ટંકારા બાલાજી પેક ની સરપ્રાઈઝ વિઝીટ કરાયેલ.મોરબી: જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ટંકારા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી.ની વિઝિટ કરી મજુરોની સંખ્યા, પગાર, સ્વાસ્થ્ય તથા પ્રાથમિક સુવિધાની ચકાસણી કરેલ ટંકારા પોલીસ મથકની ચકાસણી દરમિયાન મુલાકાત લીધેલ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ ટંકારા પોલીસ સ્ટેશન રૂટીન ચકાસણી અર્થે આવેલ. ત્યારબાદ ટંકારાની બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. સહિતના ઔધોગિક એકમોની વિઝિટ કરી કરી હતી. જેમાં મજુરો, પગાર, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધા અંગે સઘન ચકાસણી કરી હતી.

ટંકારાના લખધીરગઢ રોડ ઉપર આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. કંપની ખાતે IPS રાહુલ ત્રિપાઠી એ સ્વચ્છતા અને પર્યાવરણ લગત ફેક્ટરીના અભિગમની સરાહના કરી હતી. ઉપરાંત મશીનરીની કામગીરી, મજૂરો માટે રહેવા જમવા અને પ્રાથમિક સુવિધા સહિતની ઝીણવટભરી તપાસ કરી હતી. ઝાડ પાન, લીલોતરી સાથે નું સુંદર પરિયવર્ણ જોઈ પ્રભાવિત થયેલ. તેમની સાથે ટંકારા પીએસ આઈ એચ. આર. હેરભા સહીતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.

 


બાલાજી પેક ના માલિક જગદીશ પનારાએ તેમની કંપીનીમાં સુવિધા અંગે અધિકારીને વાકેફ કર્યા હતા. પોલીસ વડા નું ઉષ્મા ભર્યુ સ્વાગત કરી તમામ માહિતી પુરી પાડેલ.

[wptube id="1252022"]
Back to top button