MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં 9 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ભાગ રૂપે પટેલ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓએ યોગ સાથે આરોગ્ય ના પાઠ ભણ્યા.

મોરબીમાં 9 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ભાગ રૂપે પટેલ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓએ યોગ સાથે આરોગ્ય ના પાઠ ભણ્યા.


પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ તેમજ આચાર્ય બાલકૃષ્ણ મહારાજની કૃપાથી પતંજલિ યોગપીઠ, હરિદ્વાર ના માર્ગદર્શનથી મોરબી પતંજલિ પરિવાર દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ રોગ મુક્ત ભારત ના સપના સાકાર કરવા *”વિશ્વ યોગ દિવસ”* ની ઉજવણીના ભાગ રૂપે તા. 20 અને 21 જુન *બે દિવસ નિ:શુલ્ક યોગ શિબિર* નું આયોજન પતંજલિ યોગ સમિતિ, મોરબી તથા કન્યા છાત્રાલય પરિવાર દ્વારા કન્યા છાત્રાલય કેમ્પસ, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, મોરબી મુકામે કરવામાં આવેલ હતું. જેમાં પતંજલિ યોગ સમિતિ ના ગુજરાત રાજ્ય કાર્યકારીણી સમિતિ સદસ્ય, ભારતીબેન રંગપરીયા, પ્રોટોકોલ મુજબ યોગ – પ્રાણાયામ કરાવ્યા હતા.

આ તકે તેમણે જણાવ્યુ હતું કે, યોગ થી આરોગ્ય જાળવીએ અને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ. તેમજ મહિલા યોગ સમિતિ ના જિલ્લા પ્રભારી, મીનાબેન માકડીયા એ મોરબી માં ચાલતા યોગ કેન્દ્રો ની આછેરી ઝલક આપી હતી. અને ભારત સ્વાભિમાન ના જિલ્લા પ્રભારી, રણછોડભાઈ જીવાણી એ આપણી ભારતીય સંસ્કૃતિની મર્યાદામાં રહી જીવન જીવવાનું વિદ્યાર્થીનીઓને આહવાહન કર્યુ હતુ. આ તકે યુવા ભારત પ્રભારી, સંજયભાઈ રાજપરા, એ જણાવ્યું હતું કે નિયમિત યોગ-પ્રાણાયામ કરવાથી હકારાત્મક ઉર્જા મળે છે. તેમજ સહ પ્રભારી, ખુશાલ જગોદણા, ખેડુત સેવા પંચાયત ના ભુદરભાઈ જગોદણા, એ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરવા ઉપર ભાર મુક્યો હતો. યોગ શિક્ષક દેવજીભાઈ મિસ્ત્રી તેમજ કાન્તાબેન વડસોલા(કોષાધ્યક્ષ), પીનલબેન ચારોલા(સંગઠન મંત્રી) અનસુયાબેન હોથી(મહામંત્રી) તૃષાબેન સરડવા(સંવાદ પ્રભારી) યોગ શિક્ષિકા, દ્રષ્ટિબેન પટેલ, પુનમબેન પટેલ, આશાબેન પટેલ, મધુબેન કલોલા, રીટાબેન ચાનપરા, શિલ્પાબેન અઘારા, માનસી ઘોડાસરા, રંજનબેન દેત્રોજા, ઉમાબા જાડેજા વિગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને યોગાભ્યાસ અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

અને સમગ્ર કાર્યક્રમમાં પ્રિન્સિપાલ, પ્રફુલભાઈ કુંડારીયા એ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આભાર વિધિ, મોનિકાબેન મારવણીયા તથા મનસુખભાઈ દલસાણીયા એ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button