ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મહર્ષિ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ ને સમગ્ર હળવદ માં ડંકો વગાડ્યો

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મહર્ષિ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ ને સમગ્ર હળવદ માં ડંકો વગાડ્યો

મહર્ષિ ગુરુકુળની સખત મહેનત અને પરીશ્રમથી આજે જાહેર થયેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યું છે. ધોરણ 12 કોમર્સમાં હળવદ તાલુકામાં 4 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવ્યો છે. તો સાથે 200 વિદ્યાર્થીઓએ 90 કરતા વધારે પીઆર મેળવ્યા છે. આમ સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. તેમાં પણ મહર્ષિ ગુરુકુળ હળવદનું 93.40 ટકા પરિણામ આવ્યું છે. ઉત્કૃષ્ઠ પરિણામ માટે ટેવાયેલી મહર્ષિ ગુરુકુળમાં ધોરણ-10માં પણ 97.20 ટકા પરિણામ આવ્યું હતુ. જેમાં ધોરણ-10ના 4 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવી મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું. તો સાથે ધોરણ 12 સાયન્સમાં પણ હળવદ-ધ્રાંગધ્રામાં પ્રથમ સ્થાને મહર્ષિ ગુરુકુળ રહી હતી. ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ કોમર્સમાં સમગ્ર તાલુકામાં 4 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ અને 200 વિદ્યાર્થીઓએ 90 કરતા વધુ પીઆર મેળવી મહર્ષિ ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે.










