મોરબીની વિધાર્થીનીએ દુબઈ ખાતે હેરીઓટ વોટ યુનિવર્સિટીમાં એકાગ્રતા સમર કેમ્પમાં બે સપ્તાહ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

મોરબીની વિધાર્થીનીએ દુબઈ ખાતે હેરીઓટ વોટ યુનિવર્સિટીમાં એકાગ્રતા સમર કેમ્પમાં બે સપ્તાહ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી: ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક આવેલ પંડિત નિયાળ ઘ્વાળ એનર્જી યુનિવર્સિટીમા ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મુળ લખધીરગઢના યુવા ઉધોગપતિ દેવેન્દ્રભાઈ અમરશીભાઈ પનારાની પુત્રી અને બાલાજી પોલિપેકના યુવા ઉધોગપતિ જગદીશ પનારાની લાડકવાઈ ભત્રીજી બંસીબેને દુબઈ સંયુક્ત આરબ અમીરાત ખાતે આવેલા હેરીઓટ વોટ યુનિવર્સિટીમા એકાગ્રતા સમર કેમ્પમાં બે સપ્તાહ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી લખધીરગઢ ગામ મોરબી જીલ્લા સાથે પનારા પરીવારનુ ગૌરવ વધાયુ છે. આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ દરમિયાન શૈક્ષણિક જ્ઞાન, વ્યવહારુ કૌશલ્યો જેને આપણે કોઠાસૂઝ કહી છી. (લાઈફ સ્કિલ), ડિજિટલ ટેકનોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક વ્યાપારી વિષયો સાથે કદમતાલ મેળવી યોગ્ય સમયે વિચારવાની ક્ષમતા વિકસાવવા માટે તૈયાર કરે છે. આ પ્રોગ્રામ બિઝનેસના મુખ્ય ક્ષેત્રો વિશે વિસ્તૃત રીતે જણાવે છે જે સફળ આધુનિક કંપનીને શરૂ કરવા તેને ચલાવવા માટે જરૂરી ફાઇનાન્સ, મેન પાવર, ઓપરેટર મેનેજમેન્ટ, માર્કેટિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત અને નિકાસ જેવી બાબતો બંસી પનારાએ 15 દિવસ કેમ્પમાં રહી મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું હતું








