Vadodra:વડોદરા ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી ઉત્સવ કાર્યક્રમ યોજાયો

Vadodra:વડોદરા ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી ઉત્સવ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓ શિક્ષકોની મહેનતરંગલાવી વાલીઓએ હાજરી આપી
વડોદરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા, સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર) બાબાજીપુરા-૭ માં વિદ્યાર્થીઓની સુષુપ્તશક્તિને બહાર લાવવા માટે અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી અવનવી પ્રવૃત્તિઓને વાલી સમક્ષ રજૂ કરવા માટે, તેમજ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં કોર્પોરેશન કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે સાથે એક વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.
વિદ્યાર્થી શિક્ષણની સાથે સાથે જુદી જુદી સ્કિલ બેઝડ એક્ટિવિટીમાં આગળ આવે તેને પ્રોત્સાહન મળે તે માટે આજના કાર્યક્રમમાં શાળાનું નામ જે વ્યક્તિના નામ પરથી પડેલું છે તેમના ભત્રીજા શ્રી ગોવિંદજી મહારાજ ડોંગરે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમજ તેમની સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના ઉપાધ્યક્ષ શ્રી ડો. હેમાંગભાઈ જોશી સાહેબ તેમજ વાલી સદસ્ય શ્રી નિલેશભાઈ કહહાર અને આમંત્રિત મહેમાનો, અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના કુલ 221 બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ પોતાની સુષુપ્ત શક્તિનું નિદર્શન કરાવ્યું હતું…. બાલવાડીથી લઈ ધોરણ ૮ સુધીના તમામ બાળકોએ સ્ટેજ પર પર્ફોર્મ કરી પોતાની વાત અને પોતાની રજૂઆતને વાલી સમક્ષ રજુ કરી પોતાની વિકાસયાત્રાની શરૂઆત કરી હતી.








