MORBI:મોરબી શિક્ષણકુંજ દ્વારા રાજ્ય કક્ષાનો ઑનલાઈન “ધમાચકડી સમર કેમ્પ” યોજાયો.

MORBI:મોરબી શિક્ષણકુંજ દ્વારા રાજ્ય કક્ષાનો ઑનલાઈન “ધમાચકડી સમર કેમ્પ” યોજાયો.

શિક્ષણકુંજના સંચાલકો શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા અને શ્રી રાજેશભાઈ ડાભી દ્વારા તા. ૧૨/૦૫/૨૦૨૪ થી તા. ૨૧/૦૫/૨૦૨૪ દરમિયાન રાજ્યકક્ષાના ઑનલાઈન “ધમાચકડી સમર કેમ્પ-૨૦૨૪”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં સ્પર્ધકોને ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવાની તારીખ ૦૮/૦૪/૨૦૨૪ થી ૧૦/૦૫/૨૦૨૪ રાખવામાં આવી હતી. આ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યના જુદાં જુદાં જિલ્લામાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરેએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમર કેમ્પમાં જુદાં જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરેએ આર્ટ, ક્રાફ્ટ, મહેંદી, દેશી રમતો, ચીટકકામ, ચિત્રો, વિજ્ઞાનના પ્રયોગો, બાળવાર્તાઓ, બાળગીતો, દેશભક્તિ ગીત, અભિનય ગીતો, સ્કેટિંગ વગેરે પ્રવૃત્તિઓ વીડિયો દ્વારા મોકલી હતી. આ વીડિયો શિક્ષણકુંજ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીને તા. ૧૨/૦૫/૨૦૨૪ થી તા. ૨૧/૦૫/૨૦૨૪ દરમિયાન શિક્ષણકુંજ વ્હોટ્સએપ ગ્રૂપમાં શેર કરવામાં આવ્યા હતા. સમર કેમ્પમાં વીડિયો ઉપરાંત દરરોજ બે પ્રવૃત્તિઓના પોસ્ટર પણ શિક્ષણકુંજ વ્હોટ્સએપ ગ્રૂપમાં શેર કરવામાં આવતા હતાં. બાળકો આ પોસ્ટરમાં દર્શાવ્યા મુજબની પ્રવૃત્તિઓ ઘરેથી કરીને શિક્ષણકુંજના સંચાલકોને મોકલતા હતા. બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ દરરોજ સાંજે ૭:૦૦ વાગ્યા બાદ શિક્ષણકુંજ વ્હોટ્સએપ ગ્રૂપમાં શેર કરવામાં આવતી હતી. ધમાચકડી સમર કેમ્પમાં રજિસ્ટ્રેશન કરીને ભાગ લેનાર તમામ લોકોને આકર્ષક ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.








