
શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરબીમાં સ્વાતંત્ર્ય સમારોહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

ચંદ્રયાનની આકૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા લઈ રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો તેમજ ગુરુકુલના સંતોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ગુરુકુલનાં અનેક નાનાં-નાનાં ભુલકાઓએ ગાંધીજી. સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, શિવાજી જેવાં દેશ ભક્તોની વેશભૂષા ધારણ કરી અને પોતાની કાલીઘેલી ભાષામાં સુંદર સ્પીચ તેમજ દેશભક્તિ નૃત્ય પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારી દીધી.સમારોહનાં અંતમાં ગુરુકુલ ના સંચાલક પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી શુભાશિષ પાઠવ્યા.

[wptube id="1252022"]








