MORBI

મોરબી જિલ્લાની રમત-ગમત કચેરી હવેથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તરીકે ઓળખાશે

મોરબી જિલ્લાની રમત-ગમત કચેરી હવેથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તરીકે ઓળખાશે

ગાંધીનગરની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર હેઠળની રમત-ગમતને લગતી તમામ પ્રવૃત્તિઓ તબદીલ થતાં આ પ્રવૃત્તિઓની અમલવારી ગુજરાત ખેલ સત્તા મંડળ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી હસ્તકની જિલ્લા રમત-ગમત અધિકારી વર્ગ-૩ ની જગ્યાઓ સંવર્ગ સહિત ગુજરાત ખેલ સત્તા મંડળના વહીવટી અંકુશ હેઠળ કાર્યરત છે.

આમ કમિશનર દ્વારા હવે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગેની જ કામગીરી કરવામાં આવતી હોવાથી તે જિલ્લાઓમાં આવેલી ક્ષેત્રિય કચેરીઓ કે જે જિલ્લા રમત- ગમત અધિકારીની કચેરી તરીકે ઓળખાતી હતી તે હવેથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી તરીકે ઓળખાશે. જેમાં મોરબી સહિત રાજ્યની તમામ કચેરીઓનો સમાવેશ થાય છે જે તમામના નામો આ જ પ્રમાણે બદલવામાં આવ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button