મોરબીની શાકમાર્કેટમાં લેડીઝ ટોઇલેટ તાત્કાલિક ચાલુ કરવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, મુષા બલોચ સહિતનાઓએ સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર, ચીફ ઓફિસર અને ધારાસભ્યને રજૂઆત કરી ટોઇલેટ તાત્કાલિક શરુ કરાવવા માંગ કરી છે કે મોરબીના નગર દરવાજા ચોકમાં આવેલ લેડીઝ ટોઇલેટ દોઢ બે લાખના ખર્ચે બનાવેલ પરંતુ બંધ હાલતમાં ધૂળ ખાય છે લેડીઝને શૌચાલય જવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે મોરબીના નગર દરવાજા ખાતે શહેરની મુખ્ય બજાર હોવાથી પ્રતિદિન હજારો મહિલાઓ ખરીદી અર્થે આવતી હોય છે પરંતુ મહિલાઓને શૌચાલયની સુવિધા પણ મળતી નથી જે મામલે નગરપાલિકાને અનેક રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવતી નથી

નગર દરવાજા ચોકમાં લેડીઝ શૌચાલય બનાવવામાં આવ્યું છે પરંતુ સફાઈના વાંકે અને આવારા તત્વોના કારણે લેડીઝ શૌચાલયનો ઉપયોગ કરી સકતી નથી જેથી મોરબીના ધારાસભ્યએ અંગત રસ લઈને શૌચાલય તાત્કાલિક ચાલુ કરાવવું જોઈએ તેમ જણાવ્યું છે…









