
ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ: રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
ટંકારાના નસીતપર ગામે આવેલ વીરસોડીયા પરિવારના કુળદેવીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં મંદિરમાં રહેલ ચાંદીના છતર, હાર સહીત ૩૫ હજારની કિમતના દાગીનાની ચોરી કરવામાં આવી હતી સાથે જ દાનપેટી ઉઠાવીને લઇ ગયા હોય જે રોકડ રકમની પણ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે
ચોરી કરવા આવેલ તસ્કરો મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મંદિરોમાં કેમેરા મુકેલ હોવા છતાં મંદિરો સુરક્ષિત રહ્યા નથી અને આવી ટોળકીઓ છાશવારે મંદિરને નિશાન બનાવી દાગીના અને રોકડની ચોરી કરી જતી હોય જેથી પોલીસ ચોરીના બનાવોમા વાતુ સિવાય કાઈ ન કરતી હોવાનો નો ગ્રામજનોમાં રોષ ભભૂક્યો
[wptube id="1252022"]