
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ધર્મ મંગલ સોસાયટીમાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઈ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઈ હતી જેમાં (૧)(નિશાબેન ભીખાભાઈ લોરીયા (૨) પુષ્પાબેન અનિલભાઈ સનારીયા (૩)કૈલાસબેન ભાવેશભાઈ બારૈયા (૪), ભાવનાબેન દલસુખભાઈ કાવર (૫), ભાવનાબેન તુષારભાઈ બાવરવા (૬) અને કંચનબેન ભગવાનભાઈ કાલરીયા રહે. બધા ધર્મ મંગલ સોસાયટી મહેન્દ્રનગર વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી પોલીસે ૨૫૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
[wptube id="1252022"]








