
મોરબી રઘુવંશી સમાજ આયોજીત સમૂહ લગ્નમા છ યુગલો ઘરસંસાર માંડશે.

કેપ: વાંકાનેર ના ધારાસભ્ય સહિતના સમાજના ઉત્સવનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહેશે.

લોહાણા મહાજનની રઘુવંશી સેવા સમિતિ મોરબી દ્વારા લીલાપર કેનાલ રોડ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે પ્રથમ સમુહ લગ્ન સમારોહનુ આગામી તા.૧૧ મી એ સાંજે યોજાયા છે. જેમા, લોહાણા સમાજના અગ્રણી અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપરાંત, કચ્છ ગઢશીશા ના ચંદુમા દેવી સહિતના ઉપસ્થિત રહેશે. પ્રથમ સમૂહ લગ્નમા પાંચ યુગલો લગ્નગ઼ંથીએ જોડાઈને પ઼ભુતામા પગલા માંડશે.

મોરબી ના લોહાણા સમાજની યુવા પાંખ રઘુવંશી સેવા સમિતિ દ્વારા મોરબી ખાતે આગામી તા.૧૧ મી એ પ્રથમ વખત સમુહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ છે. પ્રથમ વખત કરાયેલા આયોજનને સમાજ માથી સારો પ઼તિસાદ મળ્યો હોય ઍમ જાહેરાત થતા જ પાંચ યુગલોની નોંધણી સમય મયાઁદા મા થઈ છે. આયોજકોઍ પણ સમાજ નો ઉમળકો જોઈ લગ્નને શાનદાર રીતે ઉજવવા તડામાર તૈયારીને આખરી ઑપ આપી દીધો છે. જેમા, બપોરે બે વાગ્યે સમુહ મંડપ મુહુર્ત થયા બાદ ચાર વાગ્યે જાન આગમન થયે વાજતે ગાજતે સામૈયા કરીને વેવાઈ પક્ષેથી મળતા આવકાર જેટલો જ મીઠો આવકારો આયોજકો દ્વારા આપવાની રસમ નિભાવાશે. લગ્નોત્સવ સમારોહની લગ્ન સમિતી ના આગેવાનો ઉપરાંત, મુખ્ય મહેમાન તરીકે સંત જાનકીદાસ બાપુ, ગઢશીશાના દેવીમા ચંદુમા સહિતના ઉપસ્થિત રહી આશિર્વાદ પાઠવશે. આ પ્રસંગે વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સમાજના સરાહનીય કાયઁક્રમ મા ખાસ ઉપસ્થિત રહી આયોજકો ની સમાજ ભાવનાને પ્રોત્સાહિત કરશે. સમૂહ લગ્નમા તમામ દિકરીઑને કરીયાવર પણ અપાશે.સમુહલગ્નમા ભાગ લેનારને પોતાના આંગણે જ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય તેવા જ આનંદ અને લગ્નનો લહાવો મળે ઉપરાંત, ઘરે યોજાતા લગ્ન પ્રસંગથી ખોટા ભપકાથી નાણાનો થતો વેડફાટ અટકાવવા નો અને સમાજને સધ્ધર બનાવવાનો પ્રયાસ છે. આ તકે, સમાજના સામાજીક કાર્યક્રમ ને સુપેરે પાર પાડવા દાતાઓએ દિલેરી દાખવી હતી.









