GUJARATMORBI

શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ

શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરો માં અનેરો થનગનાટ

(મહમદશા શાહમદાર દ્વારા)

દર વર્ષની મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્સ મુબારક બહુજ સાનો સોકતથી ઉજવવાનું આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ -૨૧-૮-૨૦૨૩- સોમવાર અને મુસ્લિમ ચાંદ -૩- ના રોજ
નૂરાની જલસા નીચે મુજબ રાખેલ છે સાંજે -૪- વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા એહલેબેદ તથા તમામ આસીકે બાવા એહમદશા ની હાજરીમાં સંદલ પોસી કરવામાં આવશે ત્યારબાદ સાંજે – ૫ : ૦૦ -(પાંચ) વાગે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે ન્યાજ માં ભાઈઓ માટે બાવા અહેમદશા દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગ મેમણ સમાજના જમાખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે ઈશાની નમાજ બાદ કિબલા હસમતિ મૌલાના આદમ સાહેબ નો વાઈજશરીફ નો પણ જલસો રાખેલ છે વાહેજ પહેલા બાવા એહમદશા મસ્જીદ ના પેસઈમામ નજીરમીયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેસ કરશે તો આ મુબારક મોકા ઉપર તશરીફ લાવવા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશીકે બાવા અહેમદશા ગ્રુપ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button