HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ: વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

હળવદ: વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા: રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 


મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી, તા. હળવદ જિ. મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની ટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે હળવદ તાલુકાના રણછોડગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા સાત ઇસમો આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ , કેતન રતિલાભાઇ પટેલ , અશોકભાઇ નરભેરામભાઇ પટેલ , કિશોરભાઇ રામજીભાઇ પટેલ, જયદિપભાઇ મનજીભાઇ પટેલ , જયતિભાઇ હરદાસભાઇ પટેલ , હરેશભાઇ દામજીભાલ પટેલ  વાળાને રોકડ રૂ.૫,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઘોરણસર કાયૅવાહી હાથ ધરી..

[wptube id="1252022"]
Back to top button