MORBIMORBI CITY / TALUKO

સિનિયર સિટીઝન હેલ્પલાઈન વરિષ્ઠ નાગરિકો તમામ પ્રકારની મદદ માટે ડાયલ કરો ૧૪૫૬૭

સિનિયર સિટીઝન હેલ્પલાઈન વરિષ્ઠ નાગરિકો તમામ પ્રકારની મદદ માટે ડાયલ કરો ૧૪૫૬૭

સિનિયર સિટીઝન હેલ્પલાઇન એટલે વરિષ્ઠ નાગરિકો માટે હુંફનો હાથ અને સહાનુભૂતિનો સાથ. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાયના અધિકારીતા વિભાગ – ગાંધીનગર દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો સવારના ૮:૦૦ કલાકથી સાંજના ૮:૦૦ કલાક સુધી

રાજ્યના વરિષ્ઠ નાગરિકોની સહાનુભૂતિપૂર્વકની સેવા, તેમના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મદદ માટેની હેલ્પલાઇન એટલે સિનિયર સિટીઝન હેલ્પલાઇન. આ રાષ્ટ્રીય હેલ્પલાઇન અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ ડે કેર સેન્ટર તથા ફ્રેન્ડલી પ્રોડક્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવે છે. કાનૂની સલાહ તથા વૃદ્ધોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. વૃદ્ધો માટેની સરકારી યોજનાઓ હેઠળ મળતા લાભોનું માર્ગદર્શન આપવામાં આવે છે. દૂર વ્યવહાર થયેલ વૃદ્ધોની સંભાળ રાખવામાં આવે છે તથા નિરાધાર વૃદ્ધોનો બચાવવા માટેની તમામ કામગીરી કરવામાં આવે છે. પીડિત, ગુમ થયેલા કે ત્યજી દેવાયેલા વૃદ્ધોની સંભાળ રાખવામાં આવે છે. ઘરવિહોણા અને વરિષ્ઠ નાગરિકોના બચાવવાની કામગીરી કરી તેમને ભાવનાત્મક ટેકો આપવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button