હળવદમાં સફાઈ કામદારો ઉતર્યા હડતાલ ઉપર માંગ પૂરી નહીં થાય તો ધર્મ પરિવર્તનની આપી ચીમકી

હળવદમાં સફાઈ કામદારો ઉતર્યા હડતાલ ઉપર માંગ પૂરી નહીં થાય તો ધર્મ પરિવર્તનની આપી ચીમકી

સફાઈ કામદારો છેલ્લા બે વર્ષથી તેઓની અલગ અલગ પડતર માંગો તેમજ રોસ્ટર પદ્ધતિથી 2021 માં જે ભરતી કરવામાં આવી છે સાત કર્મચારીની જેમાંના ચાર કર્મચારીઓ યોગ્ય રીતે સફાઈ કામનું કામ કરી રહ્યા છે ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ પોતે કામગીરી ન કરતા હોય તેમજ ઘેર બેઠા પગાર લેતા હોય તેવા આક્ષેપો હળવદના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોએ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે અમારી સાથે નગરપાલિકા તંત્ર આભડ છેટ જેવું વર્તન કરી રહી છે જો તાત્કાલિક ધોરણે અમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં થાય તો આગામી સમયમાં નગરપાલિકા કચેરીને તાળાબંધી કરીશું તેમજ હળવદમાં રોડ રસ્તા રોકવા આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેમજ વધુમાં જણાવ્યું હતું કે 1995 બાદ આજ દિન સુધી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી નથી ત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરવામાં આવતા તમામ કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે આ માંગોનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ના છૂટકે અમે ધર્મ પરિવર્તન કરીશું

વિશાલ જયસ્વાલ હળવદ









