
સાવધાન: મોરબી ના બેલા ગામે રિવસૅમા આવતી કારની અડફેટે બાળકીનું મોત – રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર
મોરબીના બેલા ગામની સીમમાં બહુચર કાંટા પાછળ કર્મ મિનરલ કર્હ્નામાં રહેતા પ્રકાશભાઈ રખડુંભાઈ ચૌહાણએ તેના શેઠ આરોપી યતીનભાઈ કાંતિલાલ ઉધરેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪ના રોજ બપોરના સમયે બેલા ગામની સીમમાં બહુચર કાંટા પાછળ કર્મ મિનરલ કારખાનાની બહાર તેમની દોઢ વર્ષની પુત્રી જ્યોતિને લઈને તેના માટે નાસ્તો લેવા ગયા હતા. ત્યારે તેમણે જ્યોતીને દુકાનની બહાર ઉભી રાખી હતી અને પ્રકાશભાઈ વસ્તુ ખરીદતા હતા. એ સમયે તેમના શેઠ આરોપી યતીન કાંતિલાલ ઉધરેજાએ પોતાની કાર GJ-36-F-3310ને પાછળ જોયા વગર બેદરકારી પૂર્વ ગફલત ભરી રીતે રિવર્સમાં ચલાવી હતી અને ત્યાં દુકાનની બહાર ઊભેલી દોઢ વર્ષની જ્યોતિને અડફેટે લીધી હતી.

જેને પગલે જ્યોતિને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગંભીર અકસ્માતને પગલે જ્યોતિને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે









