MORBI

સરવડના સરપંચની દાદાગીરી: ઉધાર માલ ન આપતા દુકાનદારને ચાર શખ્સોએ આપી ધમકી

સરવડ ના સરપંચ તો માથાભારે!! તું મને કેમ ઉધાર આપતો નથી.. દુકાનદારને માર માર્યો…માળિયાના સરવડ ગામે રહેતા ૫૨ વર્ષીય ફરિયાદી જયસુખભાઇ છગનભાઇ જાકાસણીયાએ સરવડ ગામના સરપંચ આરોપી નવનીત શાંતિલાલ સરડવા,શાંતિલાલ લાલજીભાઇ સરડવા, રાજેશભાઇ દેવશીભાઇ સરડવા અને પુનિતભાઇ પ્રભુભાઇ સરડવા વિરુદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જયસુખભાઈ સરવડ ગામે વિવેક પાનના નામથી દુકાન ધરાવે છે. તારીખ ૧૭ના રોજ બપોરના સમયે સરવડ ગામના સરપંચ આરોપી નવનીત સરવડા વિવેક પાન ખાતે આવ્યો હતો અને તેણે જયસુખભાઇને કહ્યું હતું કે, તું કેમ મને ઉધારમાં વસ્તુ આપતો નથી.જેથી જયસુખભાઈએ કહ્યું હતું કે, તારા પહેલેથી વધારે રૂપિયા બાકી છે. જેથી હવે હું તને ઉધાર આપી શકું તેમ નથી. આ વાત સાંભળીને આરોપી નવનીત ઉશ્કેરાઈ ગયો હતો અને રોષે ભરાઈને તેણે કહ્યું હતું કે, હું તને જોઈ લઈશ. તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો.

જે બાદ સાંજના ચાર વાગ્યાના અરસામાં આરોપીઓ નવનીત શાંતિલાલ સરડવા,શાંતિલાલ લાલજીભાઇ સરડવા, રાજેશભાઇ દેવશીભાઇ સરડવા અને પુનિતભાઇ પ્રભુભાઇ સરડવા જયસુખભાઈની દુકાન ખાતે આવ્યા હતા અને ‘તું મને કેમ ઉધાર આપતો નથી’ તેમ કહી આરોપી નવનીત ઉશ્કેરાઈ ગયો હતો અને જયસુખભાઈને દુકાનની બહાર બોલાવ્યા હતા. જેથી જયસુખભાઈ દુકાનની બહાર નીકળતા આરોપી શાંતિલાલે જયસુખભાઈને પકડી રાખ્યા હતા અને આરોપી નવનીતએ તેના હાથમાં રહેલ ધોકા વડે જયસુખભાઈને માથાના ભાગે તથા જમણા હાથના ભાગે માર માર્યો હતો. જેથી જયસુખભાઈને માથાના ભાગે વાગતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે આરોપી રાજેશ તથા પુનિતે જયસુખભાઈને ગાળો આપી હતી. એ સમયે જયસુખભાઈના માથામાંથી અત્યંત લોહી નીકળતું હતું અને આસપાસના લોકો ભેગા થતા આરોપી નવનીતે કહ્યું હતું કે, હવે તું મને ઉધાર નહીં આપે, તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button