Halvad:હળવદના રાણેકપર ગામના સરપંચ અને પૂર્વ તા.પંચાયત સદસ્ય દેશી અને અંગ્રેજી દારૂ સાથે ઝડપાયા

Halvad:હળવદના રાણેકપર ગામના સરપંચ અને પૂર્વ તા.પંચાયત સદસ્ય દેશી અને અંગ્રેજી દારૂ સાથે ઝડપાયા

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાણકપર ગામે રાણેકપર ગ્રામ પંચાયતન સરપંચ તેમજ હળવદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સહિતના લોકો દેશી તેમજ અંગ્રેજી દારૂ વેચાણ કરે છે ત્યારે પોલીસ દ્વારા ગોપાલભાઈ કરશનભાઈ ખાંભડીયા, રાણેકપર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને હળવદ તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય નવઘણ ગણેશભાઈ ઉડેચા અને રાણેકપર ગ્રામ પંચાયત સરપંચ રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા જુના રાણેકપર ગામના જાપા પાસે દશામાના મંદિર પાસે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેઈડ કરતા નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા અને રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા દેશીદારૂ લીટર 15, કિંમત રૂપિયા 300 તથા એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-1, કિંમત રૂપિયા 300 મળી કુલ રૂપિયા 600ના મુદ્દામાલ સાથે બન્નેને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ગોપાલભાઈ કરશનભાઈ ખાંભડીયા હાજર નહીં મળી આવતા હળવદ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ તાલુકા પંચાયતના રાણેકપર બેઠક પર ભાજપના પુર્વ સદસ્ય નવઘણ ઉડેચા રાણેકર નાસરપંચ પદેથી જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા સસ્પેન્ડ કર્યા હતા








