WAKANER:વાંકાનેર ભોજપરા પ્રા શાળામાં ઉજાસણી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો

વાંકાનેર ભોજપરા પ્રા શાળામાં ઉજાસણી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો
“વાંકાનેર સીટી પોલીસ પીએસઆઇ ડી.વી. કાનાણી અને શાળા સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કર્યા”

વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા ભોજપરા ગામ ખાતે ની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ઉજાસણી કાર્યક્રમ અંતર્ગત પરિસ્થિતિને ધ્યાન રાખી ઇન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયામાં instagram whatsapp facebook ના માધ્યમથી સાઇબર ક્રાઇમ કરનારા થી સજાગ વિદ્યાર્થી બને તેવા પ્રયાસો અંતર્ગત વાકાનેર સીટી પીએસઆઇ ડી.વી. કાનાણીએ કાનૂની માર્ગદર્શન સાથે સાથે સરકારી હેલ્પલાઇન સહિત ફ્રોડ ચીટર થી લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું જેથી વિદ્યાર્થીઓ સજાગ રહે સજાગ બને એવા ઉચ્ચ વિચારો સાથે શબ્દના જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પરિસ્થિતિને ધ્યાન રાખી આજના આધુનિક યુગમાં સરકાર દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇન ઇમરજન્સી નંબરનું પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડી.વી. કાનાણી પીએસઆઇ આ કાર્યક્રમ અંતર્ગત ભોજપરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ ઉજાસણી અંતર્ગત ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં ભોજપરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ શિક્ષકો વાંકાનેર સીટી પોલીસ પીએસઆઇ અને સ્ટાફ સાથે તસવીરમાં દ્રશ્યમાન થાય છે








