MORBI:મોરબી ખાણ ખનીજ વિભાગની નજર હેઠળ ખનીજ માફીયા બેફામ.?ઓવરબ્રિજ પર રેતી ભરેલ ડમ્પર પલટી મારી ગયું.

મોરબી ખાણ ખનીજ વિભાગની નજર હેઠળ ખનીજ માફીયા બેફામ.?ઓવરબ્રિજ પર રેતી ભરેલ ડમ્પર પલટી મારી ગયું.
મોરબી જીલ્લામાં બેરોકટોક ખનીજચોરી થતી હોવાની અનેક ફરિયાદો જોવા મળતી હોય છે તો ખાણ ખનીજ વિભાગ ક્યારેક દરોડા કરી કાર્યવાહી કરતી હોય છે જોકે આવા ખનીજ ભરેલ ડમ્પરના ત્રાસથી અનેક ગ્રામજનો પરેશાન હોય છતાં કોઈ નક્કર કાર્યવાહી પોલીસ કે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી ત્યારે આવા તત્વો બેફામ બની ગયા છે અને ગત રાત્રીના ઓવરબ્રિજ પર રેતી ભરેલ ડમ્પર પલટી મારી ગયું હતું

ખનીજ ભરેલા વાહનો બેફામ દોડતા હોય અને અન્યના જીવને જોખમમાં મુકતા હોવાની રાવ છતાં પોલીસ તંત્ર લાચાર બની તમાશો જોયા કરતું હોય તેવું લાગી રહ્યું છે રેતી ભરેલા ડમ્પર માતેલા સાંઢની જેમ દોડતા હોય છે અને છાશવારે અકસ્માત સર્જાતા હોય છે આવો જ એક અકસ્માત નવા બનેલા બાયપાસ ઓવરબ્રિજ પર સર્જાયો હતો જેમાં રેતી ભરેલ ડમ્પર પુરઝડપે જતું હોય અને ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં જઈને પલટી મારી ગયું હતું








