WANKANER:વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો
WANKANER:વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો
તા.12.5.2024 રવિવારના સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ 101 દીકરી ના ત્રીજા શાહી સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમુહ લગ્નોત્સવ માં 28 દિકરીઓ પ્રભુતા માં પગલાં માંડ્યા
આ આયોજનમાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાઓ, અનેક આગેવાનો,તેમજ બહોળી સંખ્યામાં સમાજના 15000 થી વધુ લોકોએ આ શાહી સમુહલગ્નનને નિહાળ્યા હતા. વાંકાનેરની દરેક સંસ્થાઓએ સેવા આપી હતી.
આ શાહી સામુહીક લગ્નોત્સવ મા રીતિકા ઠાકોર, રાજુભાઈ સાકરીયા, આરતી ઠાકોરે લગ્ન ગીત ની રમઝટ બોલાવી હતી.અને શાહી સામુહીક લગ્નોત્સવ માં દીકરીઓ 101 કરિયાવર ની ભેટ આપવા માં આવી હતી.આ કાર્યક્રમમાં અગ્રણી, ઉદ્યોગપતિઓ અને કાર્યક્રમના મુખ્ય દાતાઓ, તેમજ અનેક સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં જયેશભાઈ સોમાણી (અધ્યક્ષ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ), જગદીશ બાંભણીયા (ઉપપ્રમૂખ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ),ભરતભાઇ હડાણી ( મોરબી જિલ્લા પ્રમુખ અ.ભા.કો.સ.) , વાલજીભાઈ ધરજિયા જહેમત ઉઠાવી હતી..









