MORBI:મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આર.ટી.ઈ. એક્ટ ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે

MORBI:મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આર.ટી.ઈ. એક્ટ ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે
ગુજરાત સરકાર દ્વારા ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટૂ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ- ૨૦૦૯ ની કલમ ૧૨(૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધો. ૧મા નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧જુન ૨૦૨૪ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને સરકારની સૂચના મુજબ નિયમો મુજબ અગ્રતા ક્રમ ધરાવતા હોય તેજ બાળકોને આ યોજના અંતર્ગર પ્રવેશ મળશે.

ફોર્મ ભરવા માટેનું સ્થળ લવકુશ કોમ્પ્લેક્સ, બેલ પીઆતોઝ બાજુમાં, કાનાભાઈ દાબેલી વાળાની સામે, રવાપર રોડ, મોરબી રહેશે. ફોર્મ ભરવા આવો ત્યારે કોલ કરીને આવવું :
દિલીપ દલસાણીયા મો. 8000827577
આર.ટી.ઈ. એક્ટ હેઠળ ફોર્મ ભરવા માટે આવશ્યક સૂચનાઓ
● ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની તારીખ ૧૪/૦૩/૨૪ થી ૨૬/૦૩/૨૪ (દિવસ ૧૩)
● જિલ્લા કક્ષાએ અરજી ફોર્મ ચકાસણી કરી એપ્રુવ/રિજેક્ટ કરવાની તારીખ ૧૪/૦૩/૨૪ થી ૨૮/૦૩/૨૪ (દિવસ ૧૫)
● પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ ૦૬/૦૪/૨૪
અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ
● જન્મનું પ્રમાણપત્ર (૦૧/૦૬/૨૪ સુધીમાં ૬ વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ)
● રહેઠાણનો પુરાવો(આધાર કાર્ડ/પાસપોર્ટ/લાઇતબીલ/રેશન કાર્ડ/નોટોરાઈઝડ ભાડા કરાર)
-● બાળક અને માતા/પિતાનું આધાર કાર્ડ
● સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો
● સક્ષમ અધિકારીનો આવકનો દાખલો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો, ગ્રામ્ય વિસ્તાર માટે, ૧૨૦૦૦૦/- શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦/-)
● બાળક અથવા વાલીની બેંક પાસબુક
● બાળક આંગળવાડીમાં અભ્યાસ કરેલ છે એ મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
● ૦ થી ૨૦ ના સ્કોર વાળો બી.પી.એલ. કાર્ડ(હોય તો)
● પાસપોર્ટ સાઈઝ ફોટો
● માતા/પિતા ની સહી નો નમૂનો
● પાન કાર્ડ
● ઈન્કમટેક્ષ રીટર્ન તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન.
પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર તારીખ ૧૪/૦૩/૨૪ થી તારીખ ૨૬/૦૩/૨૪ ઓનલાઈન ભરી શકશે. ફોર્મ સાંજે ૭:૦૦થી ૯:૦૦ સુધીમાં ભરી આપવામાં આવશે.








