GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વિજયનગરના નાકે રિક્ષા ગટરમાં ખાબકી: રિક્ષાચાલક ઇજાગ્રસ્ત

MORBI:મોરબીના વિજયનગરના નાકે રિક્ષા ગટરમાં ખાબકી: રિક્ષાચાલક ઇજાગ્રસ્ત

મોરબીના રોહિદાસપરા પાછળ આવેલ વિજયનગરના નાકા પાસે આજે સવારના અરસામાં ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો. રિક્ષાનું આગળનું વ્હીલ ગટરમાં ગરી જતાં રિક્ષાચાલક થપાટ ખાઇને આગળના કાચ પર પટકાયો હતો. જેથી માથાના ભાગે ઇજા પહોચી હતી.

જેથી આસપાસના લોકો ભેગા થયા હતા અને સેવાભાવી અને નિવૃત ફોરેસ્ટ ઓફિસર સુખાભાઈ મકવાણા સહિતનાઓએ 108 નંબરમાં જાણ કરી રિક્ષાચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ ખુલ્લી ગટરના ઢાંકણાના કારણે સ્થાનિક રહીશોએ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, રોહિદાસપરા તથા વિજયનગર વિસ્તારમાં અનેક તુટેલી હાલતમાં ગટરના ઢાંકણા છે. નગરપાલિકાના માણસો ગટરને સાફ-સફાઈ કરવાના બદલે તોડીને જતા રહે છે. અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. નાના બાળકો રમતા હોય છે. જો કોઈ અન્ય દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button