HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ હાઈ વે પર એસ ટી પિક અપ પોઇન્ટ બનાવવા માટે માંગ

એસ ટી બસ પિક પોઇન્ટ થી દરરોજ હજારો મુસાફરોને સવલત મળશે – નયન દેત્રોજા

હળવદ શહેર દિવસે ને દિવસે વિકાસની હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે હળવદ હાઇવે નજીક અનેક સોસાયટી તેમજ અનેક ગામડાઓ ના મુસાફરો દરરોજ મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય ત્યારે આ મુસાફરો માટે શિયાળો ઉનાળો ચોમાસુ દરેક ઋતુમાં ભારે મુશ્કેલી બેઠવી પડતી હોય છે ત્યારે સંવેદનશિલ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મુસાફરોના હિતમાં સારો એવો નિર્ણય લઇ પીકપ પોઇન્ટ બનાવવામાં આવે તેવી માંગ પ્રદેશ યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજા દ્વારા કરવામાં આવી છે વધુમાં નયન દેત્રોજા જણાવ્યું હતું કે આ પિકઅપ પર થી દરરોજ હજારો મુસાફરોને સારી એવી સગવડતા મળશે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્યને પત્ર લખીએ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button