MORBI:મોરબી જિલ્લા કલેકટર સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે માં રીટપીટીસન અને Court of Contempt થઈ શકે છે !!!

MORBI:મોરબી જિલ્લા કલેકટર સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે માં રીટપીટીસન અને કોર્ટ ઓફ કનડેપ થઈ શકે છે !!!

માળીયા (મી.) તાલુકાના બગસરા ગામના સ્થાનિક લોકો અને અગરીયા તેમને રોજીરોટી અને આજીવિકા માટે એક પરિવાર દીઠ મીઠું પકવવા માટે જમીન ભાડાપટ્ટે મેળવવા માટે મોરબી કલેકટર કચેરીએ તમામ અરજદારોએ અરજી તથા થતી ફી અને અનેક રજૂઆતો અને નામદાર ગુજરાત હાઈકોર્ટેના ઓરલ ઓડર ના જણાવ્યા અનુસાર સમય ૪ મહીનામાં માંગણીનો નીકાલ કરાવવાનો હતો પણ આજે ૮ માસ જેટલો સમય પણ થવા આવ્યો છે પણ હજુ સુધી જિલ્લા કલેકટર કચેરી તરફથી કઈ કાર્યવાહી ના થતા તમામ અરજ દોરોને ના છુટકે નામદાર ગુજરાત હાઈકોર્ટે માં રીટપીટીસન અને કોર્ટ ઓફ કનડેપ કરવા માટે મજબૂર થયા છે અને ધરણા પ્રદર્શન કરવા માટે લેખિત રજૂઆત કરી હતી પણ તંત્ર દ્વારા મંજુરી આપેલ નથી અને એક નહિ પણ અનેક લેખીત રજુઆત ગામ પંચાયત તથા પુર્વ સરપંચ દ્વારા અને અગરીયા એ કરી છે પણ કોઈ આજ દિન સુધી માંગણીનો નિકાલ કરેલ નથી અને પુર્વ માપણી એક વાર નહિ પણ કુલ ત્રણ વાર કરીને અરજદારો દ્વારા પરસેવાના પૈસા નું પાણી થઇ જવાની ભીતી છે અને સામે મોટા મીઠા ઉદ્યોગપતિ અલગ અલગ નામ રાખી ને આવી પુર્વ માપણી કરાવી રાખી છે જેથી તે જમીન માં ઓરવલેપ બતાવે છે પણ ગુજરાત સરકાર દ્વારા ના પરિપત્ર તારીખ 18/07/2018 ના ઉલ્લેખ છે કે એક સરકારી જમીન કોઈ એક વ્યક્તિ નેજ જમીન મળે તો આવા લાગવન અને રાજકીય ઓથે ધરાવનાર લોકો અરજીઓનું કોઈ નિકાલ કરવા દેતા નથી તેવું અરજદારો અનુભવી રહ્યા છે.








