GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી બાળક ના અવશેષો મળવાના સિલસિલો યથાવત

MORBI:મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી બાળક ના અવશેષો મળવાનો સિલસિલો યથાવત

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળ રોડની બાજુમાં વિક્ષિપ્ત અવસ્થામાં બાળકનો કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ મોરબી સિટી બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહનો કબજો મેળવી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. અને તેના વાલી વારસની શોધ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે કમરથી નીચેનો ભાગ મળ્યા બાદ આજે માથાનો ભાગ મળી આવ્યો છે જોકે હજુ પણ હાથ અને છાતી સહિતના અંગો મળી આવ્યા ના હોય જેથી પોલીસ સતત તપાસ ચલાવી રહી છે

મોરબી જુના રફાળેશ્વર રોડ નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળ રોડની બાજુમાં આવેલ બાવળની જાળીમાંથી એક બાળકની પ્રાણીઓએ ખાધેલી હાલતમાં કમરથી નીચેના ભાગની લાશ મળી આવેલ છે. હાલ મોરબી બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત મૃત બાળકે પહેરેલા કપડામાં સ્વેટર, શર્ટ અને પેન્ટના ફોટા જાહેર કરી ઉપરોક્ત બાળકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડીવી પો.સ્ટેમાંથી જાહેર કરેલ પ્રેસયાદી મુજબ ગઈકાલ તા-૧૦/૦૧/૨૦૨૪ ના ૧૨/૨૦ વાગ્યાના અરસામાં મોરબી જુના રફાળેશ્વર રોડ નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળ રોડની બાજુમાં જાળીમાંથી કોઇ પ્રાણીએ ખાધેલ હાલાતમાં અજાણ્યુ પુરૂષ જાતીનુ બાળક ઉ.વ આશરે ૨ થી ૪ વાળાની કમ્મરથી નીચેના ભાગ તથા શરીરના બીજા અંગોવળી બાળકની લાશ મળી આવેલ છે.મરણ જનાર બાળકે લીલા, ક્રીમ, લાલ કાળા આડા પટ્ટાવાળુ ઉનનુ સ્વેટર તથા લીલા કલરનુ આખી બાંયનુ સફેદ ડિઝાઇનવાળો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ જેના ઉપર સફેદ,લાલ પીળા નાના મોટા અક્ષરોમાં અંગ્રેજી લખાણ લખેલ છે જો કોઇ વાલીવારસ મળી આવે તો અત્રેના મોરબી સીટી બી ડિવીઝન પો.સ્ટે મો.નં ૬૩૫૭૨૪૦૭૧૮ તથા મોરબી બી ડિવિઝન પીએસઆઇ જે.એલ.ઝાલા મો.નં ૯૮૨૪૯૦૧૭૬૧ નો સંપર્ક કરવા વિનંતી કરવા યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button