GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI શિક્ષકોએ પત્રકાર પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ વિગતો આપી

MORBI શિક્ષકોએ પત્રકાર પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ વિગતો આપી

મોરબી: જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને પોતાના બચાવમાં ખૂલાસા કરીને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ વિગતો અધિકારીને આપી હતી. આવનારા સમયમાં વાંકાનેર મોરબી શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

પત્રકારએ જણાવ્યુ હતું કે પોતે પત્રકાર તેમજ આર.ટી.આઈ એકટીવીસ્ટ તરીકે છેલ્લા ૩૨ વર્ષથી કામગીરી બજાવે છે. જેમાં ભષ્ટાચાર ખુલ્લો કરતા તેમને કેટલાક ગેરરીતી આચરનાર તત્વો સાથે મતભેદો થતા હોય છે. ગઈ કાલે કેટલાક શિક્ષકોએ શિક્ષણ અધિકારીને મળીને પત્રકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ કરી હતી.વાસ્તવમાં જણાવેલા કોઈ પણ શિક્ષકને પત્રકાર કયારેય મળ્યા જ નથી કે કયારેય ફોન પણ કર્યો નથી. તો પછી હેરાન કઈ રીતે કર્યા ગણાય? શું આરટીઆઈ માંગવી ગુનો છે? કયાંય કોઈ ગેરરીતિ આચરવામાં આવ્યાનું જણાય અને તે અંગે ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવો ગુનો છે? સહિતના સવાલ શિક્ષણાધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉઠાવ્યા હતા.પત્રકારે વધુમાં જણાવ્યું હતું કે દેશના બંધારણની જોગવાઈ મુજબ દેશના નાગરીક અને જાગૃત પત્રકાર હોય અને જાહેરહિતમાં માહિતી માંગવાનો અમોને અબાધિત અધિકાર છે આ સંદર્ભે કોઈ જ્ઞાતી કે ધર્મ સાથે કાઈ લાગતુ-વડગતુ નથી.શિક્ષકો દ્વારા દશ જેટલી ફરીયાદોની અને આર.ટી.આઈ ની વિગતો જાણવવામા આવેલ છે. તે બાબતે પત્રકારે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આવી કોઈ અરજીઓ અમારા દ્રારા કરવામા આવી નથી જણાવેલા શિક્ષકોને અમો ઓળખતા નથી કે એવી કોઈ સ્કુલે પોતે ગયા જ નથી જો આવી કોઈ અરજી થઈ હોય તો તેવી ફ્રોડ અરજી કરનાર શિક્ષક હોવાનુ અમારુ માનવુ છે આપ સાહેબ આ બાબતે યોગ્ય તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે .

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button