RBI અને શિક્ષણ વિભાગ દ્વારા મોરબી માં બીઆરસી ભવન ખાતે G-20 અંતર્ગત આરબીઆઈ ક્વિઝ નું આયોજન કરાયું.

RBI અને શિક્ષણ વિભાગ દ્વારા મોરબી તાલુકામાં બીઆરસી ભવન ખાતે G-20 અંતર્ગત આરબીઆઈ ક્વિઝ નું આયોજન કરાયું.

21 જૂન નો દિવસ એટલે વિશ્વ યોગ દિવસ.જેમ યોગા જે આખા વિશ્વને જોડી રહ્યું છે તે જ રીતે ભારતના યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની આજે વિશ્વ આખામાં ચર્ચા છે. ભારતીયો દ્વારા વિવિધ પેમેન્ટ એપ્લિકેશન્સ જેવી કે ભીમ, ફોન પે, google પે ના ઉપયોગ દ્વારા આજે ખરા અર્થમાં ફાઇનાન્સિયલ inclusion થયું છે. ત્યારે વિદ્યાર્થીઓ માં બેન્કિંગ ક્ષેત્ર બાબતે જાગૃતિ આવે એ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા આર.બી.આઈ. ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં રાજપર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ કેતન કણજારીયા અને પાયલ ઠોરીયા ની ટીમનો પ્રથમ નંબર તેમજ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરના વિદ્યાર્થીઓ અમૃતીયા મનસ્વીબેન તથા અમૃતિયા ધાર્મિબેન ની ટીમ નો બીજો નંબર તેમજ શ્રી હરિ નકલંક વિદ્યાલય બગથળા ના વિદ્યાર્થીઓ ઠોરીયા અમી તથા ઠોરીયા હેતવી ની ટીમ નો તૃતીય નંબર આવેલ.

આ કવિઝમાં આરબીઆઈના પ્રતિનિધિ તરીકે સુરેન્દર ચૌધરી સાહેબ (લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર)ની ખાસ ઉપસ્થિત રહી. ક્વિઝ ઓર્ગેનાઇઝર તરીકે અને ઇન્વિજીલેટર તરીકે કામગીરી કામગીરી સંભાળનાર શ્રી ચંદ્રકાંતભાઈ બાવરવા ,શ્રી ઉમેશભાઈ પટેલ,શ્રી બાબુલાલ દેલવાડીયા, શ્રી રિકીતભાઈ વિડજા એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર ટીમ હવે જિલ્લા કક્ષાએ rbi ક્વીઝ યોજાશે ત્યારે મોરબી તાલુકા નું પ્રતિનિધિત્વ કરશે તેવું બીઆરસી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.









