AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ખેડૂતો માટે ખરાબ સમાચાર, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતોની ફરી ચિંતા વધશે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. સાથો સાથ આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે.
ગુજરાતમાં એપ્રિલના શરૂઆતના સપ્તાહમાં માવઠું થશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેના પગલે જગતના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે.

[wptube id="1252022"]
Back to top button