MORBI:મોરબી જૂના બસ સ્ટેન્ડની આસપાસ ઓટો રીક્ષા ની બેટરી ચોરાઈ જતી હોવાની ઉઠી છે રાવ!

મોરબી જૂના બસ સ્ટેન્ડની આસપાસ ઓટો રીક્ષા ની બેટરી ચોરાઈ જતી હોવાની ઉઠી છે રાવ!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના જૂનાં બસ સ્ટેન્ડ પાસે આવેલી આયુષ હોસ્પિટલની પાછળના ભાગે થોડીવાર માટે પાર્ક થઈને રાખવામાં આવતી ઓટો રીક્ષાની બેટરીઓ કોઈ કાઢીને લઈ જતું હોવાની લોકો માં ચર્ચા થઈ રહી છે અને આવું છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યું છે તેવી લોકફરિયાદ ઉઠી છે. લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ કોઈપણ દર્દીને લઈને ઓટો રિક્ષા હોસ્પિટલ માં આવે છે ત્યારે પાછળના ભાગે શેરીમાં થોડીવાર માટે રીક્ષા પાર્ક કરીને રીક્ષાચાલક હોસ્પિટલમાં જાય છે. તે તકનો ગેરલાભ ઉઠાવીને એક રિક્ષા ચાલક ત્યાં રિક્ષા ની આડી પોતાની રીક્ષા રાખીને ખૂબ જ ચીવટતાથી પાર્ક કરેલી રિક્ષામાંથી બેટરી કાઢીને તુરત જ છુંમંતર થઈ જાય છે. જ્યારે હોસ્પિટલમાંથી રિક્ષાવાળા પરત આવે છે ત્યારે તેમની રીક્ષા ની બેટરી ગાયબ થઈ ગયેલી જોવા મળે છે. અને આવું છેલ્લા એક અઠવાડિયા થી ચાલી રહ્યું છે . અને આ બેટરી લઈ જનાર પણ એક રીક્ષા ચાલક જ હોવાનું લોકો બોલી રહ્યા છે ત્યારે પોલીસે ખાનગી વોચ ગોઠવીને આ બેટરી ચોરી જનાર રીક્ષા ચાલકને ઝડપવો જોઈએ એવું પણ લોકો ઇચ્છી રહ્યા છે. પરંતુ કયા રીક્ષા ચાલકની બેટરી ગઇ? તે કોઈ જણાવતું નથી. એટલે હજું સુધી પોલીસમાં ફરિયાદ નથી થઈ તો શા માટે નથી થઈ? તેવી અનેક ચર્ચાઓ થઈ રહી છે.








