TANKARA:ટંકારામાં રામદેવપીર આશ્રમ ખાતે રામનામ જપ મહાયજ્ઞ યોજાશે

ટંકારા: ટંકારામાં પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપા ભગત પ્રેરિત શ્રીરામ જય રામ જય જય રામ, શ્રી રામનામ જપ મહાયજ્ઞ અખંડ 13 માસનો તારીખ 15 થી શ્રી રામદેવપીર આશ્રમ ખાતે પ્રારંભ થશે. પરમ પૂજ્ય સંત શ્રી નાથાબાપા ભગત પ્રેરીત શ્રી રામનામ જપ મહાયજ્ઞ અખંડ 13 માસ નો મોરબી ,ટંકારા ,અને ધ્રોલ ખાતે કરવાનો શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેપાળિયા નો સંકલ્પ છે.
તેમાં પહેલું અનુષ્ઠાન તેર માસનું મોરબી મુકામે પૂર્ણ કરેલ છે બીજું અનુષ્ઠાન ટંકારામાં 13 માસ સુધી અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞ નો પ્રારંભ તારીખ 15/11/2023 ના રોજ શ્રી રામદેવપીર આશ્રમ ખાતે પ્રારંભ થશે .શ્રી રામ નામ જપ મહા યજ્ઞ 13 માસ સુધી ચાલશે.
મોરબી ,બાણગંગા થી પૂજ્ય બાપા અને અખંડ જ્યોતની શોભાયાત્રા ટંકારા પધારશે આ શોભાયાત્રા બાણગંગા ધામ, ધુળકોટ, ખાનપુર, નેસડા, ઘુંનડા, નાના મોટા ખીજડીયા ટંકારા હાઈવે રોડ થઈ વાજતે ગાજતે શ્રી રામાપીર આશ્રમે પધારશે .તારીખ 24/ 11/2023 સાંજે હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવશે તારીખ 15/ 11 /2023 સવારે પંચકુંડી હનુમાનજી રુદ્રી મહા યજ્ઞ નો પ્રારંભ થશે.

શ્રીરામ મહિમા જ્ઞાન કથા તારીખ 15 /11/ 2023 બુધવાર બપોરે 2 થી સાંજના 6 સુઘી યોજાશે.વેદાનતાચાર્ય ડો. દિલીપજી મોરબી વાળા રસપાન કરાવશે .શ્રી રામ નામ અખંડ રામધૂન નો નર્મદા માલસર નિવાસી હરિનામ સાધક પૂજ્ય ભરતદાસ બાપુના વરદ હસ્તે અખંડ રામધૂન નો પ્રારંભ થશે.
ટંકારામાં તારીખ 15 /11 /2023 થી 13 માસ સુધી અખંડ રામ નામ જપમહાયજ્ઞ નો પ્રારંભ થશે તેમાં ટંકારા વિસ્તારના 65 ગામોમાંથી બે ગામના લોકો દરરોજ ધૂન અને સેવામાં લાભ લેવા પધારશે. સાથો સાથ મોરબી ના આજુબાજુના વિસ્તારોના 100 થી વધુ શ્રી રામધૂન મંડળ અને ગોપી મંડળ છે.તેના દરરોજ બે મંડળો ટંકારા શ્રી રામ નામ જપ મહાયજ્ઞ નો લાભ લેવા પધારશે.
શ્રી રામ નામ અનુષ્ઠાન માટે અલગ અલગ સમિતિઓ બનાવેલ છે. અનેક કાર્યકર્તાઓ 13 માસના અનુષ્ઠાનમાં સતત તેરમાસ સુધી સેવા આપશે .








