
રતાડીયામાં રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી

રતાડીયા (ગણેશવાલા), તા.22 : મુન્દ્રા તાલુકાના રતાડીયામાં પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખીને ખુદાની નેક દિલથી બંદગી કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ આજે રમજાન ઈદની શાનોશોકતથી ઉજવણી કરી હતી. રમજાન ઈદ નિમિતે મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરીને પરિવારના કલ્યાણની સાથે દેશમાં કાયમ અમન, શાંતિ અને ભાઈચારો રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી. જ્યારે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ એકમેકને ઈદની મુબારકબાદી સાથે પરશુરામ જયંતિની શુભેચ્છાઓ આપી ભાઈચારો અખંડ હોવાનો મેસેજ આપ્યો હતો.

[wptube id="1252022"]








