
રિપોર્ટર
અમિન કોઠારી
સંતરામપુર
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના સેનેટ હોલમાં લોકસાહિત્ય વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ ગયો.
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંઝોલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ” લોકસાહિત્ય ” વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કુલપતિ શ્રી ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણની પ્રેરણાથી તેઓશ્રીની અધ્યક્ષતામાં અને કુલસચિવ શ્રી ડૉ.અનિલસોલંકી, સંયોજક શ્રી ડૉ.જે.એન.શાસ્ત્રી, ડૉ.કિશોર વ્યાસની ઉપસ્થિતીમાં યોજાયો.

શરુઆત કુલપતિશ્રીએ પોતાની જ્ઞાનસભર મીઠીમધુરી ભાષામાં સૌને આવકારી લોકસાહિત્યની ઝલક આપી હતી.
અતિથીવિશેષ શ્રી જે.એમ. ચંદ્રવાડિયા નિયામક શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટના સાહેબશ્રીએ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની વિસ્તૃત માહિતી આપી હતી.
બીજરુપ વક્તા, પ્રખ્યાત સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ લોકસાહિત્યની વિસ્તૃત પ્રમાણસહ જાણકારી આપી હતી. ડૉ. ભરત ભાઈ પંડ્યાએ લોકસાહિત્ય સામાજિક સાંસ્કૃતિક સંદર્ભે સુંદર સાહિત્ય અર્પ્યું હતું.
ડૉ. પ્રેમજી પટેલે સાબરકાંઠાના લોકસાહિત્ય ની જાણકારી આપી હતી.
બીજી બેઠક કુલપતિ શ્રી ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ.
ડૉ. સુરેશ મકવાણા. પ્રો. એન.સી.ઈ.આર.ટી. ભોપાલે, લોકકલાઓ અને સૌંદર્યબોધની માહિતી આપી હતી. ત્યારબાદ જાણીતા લોકસાહિત્યકાર ડૉ.નિર્મંલદાન ગઢવીએ પોતાની આગવી લઢણથી લોકસાહિત્ય નું પ્રત્યક્ષીકરણ કરાવી, ઉપસ્થિત સૌને પેટપકડીને હસાવી હાસ્ય રસમાં તરબોળ કરેલ. સમાપન વક્તવ્ય કુલસચિવ શ્રી ડૉ.અનિલ સોલંકીએ કરેલ.
કાયઁક્રમ પ્રતિભાવ સંતરામપુરના જાણીતા કવિ,લેખક, મહેન્દ્ર ભાટિયાએ આપતાં, પ્રથમ યુનિવર્સિટી નિમાઁણ સરસ્વતી ભૂમિને વંદન કરી. ગોવિંદગુરુ અને ઝવેરચંદ મેઘાણીને સહૃદય વંદન કરી, માહિતી સભર સુંદર કાયઁક્રમનું આયોજન અને કુલપતિશ્રીના સુંદર, આદર્શ કાયઁથી પ્રતિભાવિત થઇ, તેઓશ્રીને વંદન કરી પ્રતિભાવ આપવાની તક આપવા બદલ, આયોજકશ્રી અને સંચાલકશ્રીનો આભાર વ્યક્ત ક્યોં હતો. તેમણે ગુજરાતી લોકસાહિત્ય વિશે પોતાનું શોધપત્ર રજૂકરેલ.
કુલપતિ શ્રીના શુભ હસ્તે સૌને પ્રમાણ-પત્ર અપઁણ કરવામાં આવેલ.
આ સમગ્ર કાયઁક્રમનું સફળ સંચાલન સંતરામપુર કોલેજનાં પ્રો. ડૉ. કામિની બહેન અને ડૉ. મોસમી બહેન દવે દ્વારા કરવામાં આવેલ. અંતે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા હતા.








