દાહોદના ઇન્દોર હાઈવ ડાબીયાલ ગ્રાઉન ખાતે દાહોદ જિલ્લામાં પ્રથમવાર 11 લાખની ટુર્નામેન્ટનું પલાસ પરિવાર દ્વારા આયોજન

તા.૧૬.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના ઇન્દોર હાઈવ ડાબીયાલ ગ્રાઉન ખાતે દાહોદ જિલ્લામાં પ્રથમવાર 11 લાખની ટુર્નામેન્ટનું પલાસ પરિવાર દ્વારા આયોજન
આજરોજ તા.૧૬.૦૨.૨૦૨૪ શુક્રવારના રોજ દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે મહિન્દ્રા શો રૂમની સામે આવેલ ડાબીયાલાં ગ્રાઉન ખાતે પલાસ પરિવાર એટલે કે કિશનભાઈ પલાસ. અનાડીભાઈ પલાસ. ગોવિંદભાઈ પલાસ ભરતભાઈ પલાસ. પવનભાઈ અને ફારુકભાઈ પટેલ દ્વારા 11 લાખની માતબર રકમની ઈનામી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ છે જે ટુર્નામેન્ટ આજરોજ એટલે શુક્રવારથી રવિવાર સુધી ચાલશે અને દિવસમાં ત્રણ મેચ રમાડવામાં આવશે અને ફાઈનલ સુધી પહોંચી વિજેતા ટિમને અગ્યાર લાખ અને રનઅપ ટિમને ત્રણ લાખ અને એક્સેસ મોપેડ મેન ઓફ ઘ સિરીઝને આપવામાં આવશે હાલ તો દાહોદ જિલ્લામાં આટલી માતબર રકમંની પ્રથમ વાર ટુર્નામેન્ટ શરૂ થતા યુવાઓમાં ઉત્સાહ જોવા મળેલ છે જેમાં ડાબીયાલં ગ્રાઉન ખાતે આયોજન કિસનભાઈ પલાસ દ્વારા રીબીન કાપી નારિયેળ ફોડી.રાષ્ટ્રને સન્માન આપી ખીલાડીઓને ઉત્સાહ વધારી ટુર્નામેન્ટનું પ્રારંભ કર્યું








